પ્રેસ માહિતી

See the latest news, events photos about Govt. Gujarat

આપાતકાલીન સેવામાં કોમન નંબર-૧૧રની હેલ્પલાઇન સેવાઓનો રાજ્ય પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આપાતકાલમાં મદદ સહાય માટે દેશભરમાં એક જ સહાયતા નંબર ૧૧રની સેવાઓનો રાજ્ય પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો હતો. તેમણે આ વ્યવસ્થા સમગ્ર દેશ માટે એક સમાન કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને જનહિતલક્ષી મહત્વપૂર્ણ વહિવટી નિર્ણય ગણાવતાં કહ્યું કે GSTને જેમ વન નેશન વન ટેક્ષ તરીકે સ્વીકૃતિ મળી છે તેમ આ ૧૧ર નંબર પણ વન […]

રૂા. ૧૭ કરોડના ખર્ચે નવસંસ્કરણ પામેલ સ્પીપાના બિલ્ડિંગ તેમજ રૂા. ૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ મહિલા હોસ્ટેલનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેવાડાના માનવીને થાય તથા યોજનાઓના લાભો વચેટીયા વિના ત્વરિત, સરળતાથી મળે તેવું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સનદી અધિકારીઓ-કર્મચારીઓની તાલિમ માટે કાર્યરત સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા)ના રૂા. ૧૭ કરોડના ખર્ચે નવસંસ્કરણ પામેલ બિલ્ડિંગ તથા   રૂા. ૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ તાલિમ લેવા આવનાર […]

ગાંધીનગરમાં આઠમી ઇન્ટરપા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સાયબર ક્રાઇમની વૈશ્વિક સમસ્યા સામે સાયબર સિકયુરિટીના સઘન પગલાંઓ અને ન્યુ એપ્રોચીસના સહિયારા પ્રયાસોની હિમાયત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાયબર ક્રાઇમ એ કોઇ એકાદ રાષ્ટ્રની નહિં પરંતુ વિશ્વની પડકારરૂપ સમસ્યા બની છે અને આ સમસ્યાને નિપટવા તથા તેની સામે સજ્જ થવા સૌ સાથે બેસીને વિચાર મંથન કરે તે […]

આયુષ્યમાન ભારતમાં રાજ્યની ૨૬૦૦ હોસ્પિટલમાં રૂ. પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સર્વપ્રથમ આયુષ્યમાન ભારત યોજના રાજકોટ ખાતે યોજવામાં આવેલા મેગા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે તારસ્વરે કહ્યું હતું કે, ગરીબ દર્દીઓની ચિંતા સરકારે કરી છે. નાગરિકો પોતાનું દીર્ઘાયુ તંદુરસ્તીસભર વીતાવે એવી રાજ્ય સરકારની નેમ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિશ્વની સૌથી મોટી આરોગ્ય […]

રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા બૂક ફેર અને લિટરેચર ફેસ્ટીવલને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરના રેસકોર્સના મેદાનમાં રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા બૂક ફેર અને લિટરેચર ફેસ્ટીવલને ખુલ્લો મૂકતા કહ્યું કે છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં બૂક ફૅર અને લિટરેચર ફૅસ્ટિવલનો પ્રવાહ ફૂલ્યોફાલ્યો છે, તે દર્શાવે છે કે ગુજરાતીઓ મા સરસ્વતીની આરાધના કરનારી કોમ પણ છે. ગુજરાતીઓ સારા ઇન્વેસ્ટર છે. તેમણે હવે […]

દાંતીવાડા મુકામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે રાષ્‍ટ્રીયકક્ષાના એગ્રી યુથ ફેસ્ટીવલનો પ્રારંભ થયો

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૯ મી ઓલ ઇન્ડીયા ઇન્ટર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રાષ્‍ટ્રીય કક્ષાના યુથ ફેસ્‍ટીવલનો પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્‍લેખનીય છે કે દેશની ૭૦ કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓ માટે તા. ૩ થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે યુથ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દેશભરમાંથી આવેલ ૭૦ જેટલી કૃષિ […]