અગત્યના નિર્ણયો

ગુજરાત સરકારના અગત્યના નિર્ણયો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાત સરકારે લીધેલ મહત્વના નિર્ણયો:

૭ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સુશાસનના ચાર આધારસ્તંભ આપ્યા છે: પારદર્શક સરકાર, સંવેદનશીલ સરકાર, નિર્ણાયક સરકાર, પ્રગતિશીલ સરકાર.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર “સૌનો સાથ, સૌનો વિકાસ”ને અપનાવીને સમાજના સૌ વર્ગોના કલ્યાણ તેમજ ઝડપી અને પારદર્શી વિકાસને મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિકતા આપી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ ખેતી, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરના વિકાસને સમાન પ્રાધાન્યતા આપવાની, નિયમોનું સરળીકરણ કરવાની અને નાગરિકોની સુવિધા માટે આંતરમાળખાકીય સુવિધાઓના માળખાને સુદ્રઢ બનાવવાની શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરંપરાને આગળ ધપાવી છે. મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકો માટે આરોગ્ય, શિક્ષણ, રોજગારી જેવા પાસાઓમાં પણ સંવેદનાસભર અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ અત્યંત ઝડપથી રાજ્યના વિકાસ અને નાગરિકોના કલ્યાણને લગતાં મહત્વના નિર્ણયો લીઈને સર્વાંગી વિકાસમાં ગુજરાતને અગ્રતાક્રમે રાખવાની પરંપરા અને પ્રતિબદ્ધતાને આગળ ધપાવી છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યા બાદ તેમના નેતૃત્વમાં ગુજરાત સરકારે ૧૦૦ દિવસની અંદર ૧૨૫ મહત્વના નિર્ણયો લીધા છે.

ગુજરાત સરકારના મહત્વના નિર્ણયોની વિગતની લિંક: