મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ભારત સ્થિત બ્રિટીશ ડેપ્યુટી હાઇકમિશનર શ્રીયુત ડો. એલેકઝાન્ડર ઇવાન્સે આજે ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત કરી હતી.
આ સૌજન્ય મૂલાકાત બેઠક દરમ્યાાન તેમણે મુખ્યમંત્રીશ્રીને સતત બીજીવાર રાજ્યશાસનનો પદભાર સંભાળવા અંગેના અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સાથે તેમણે યુ. કે. ગુજરાતના પરસ્પર ઉષ્માભર્યા સંબંધો અંગે પણ વિચાર-વિમર્શ કર્યો હતો.
આ મૂલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન પણ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat