Latest News

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં CREDIA-RBA અને IIID ધ્વારા આયોજિત પ્રોપર્ટી એકસ્પો નો શુભારંભ કરાવ્યો હતો.

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં CREDIA-RBA અને IIID (ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરીયર ડિઝાઇનર્સ) ધ્વારા આયોજિત પ્રોપર્ટી એકસ્પો નો શુભારંભ કરાવ્યો હતો.

    બાંધકામ ક્ષેત્રના અગ્રણીઓને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે રાજકોટ દુનિયામાં સૌથી ઝડપી વિકસી રહેલા શહેરો પૈકી એક છે, ત્યારે તેનો વધારે આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે આવા પ્રોપર્ટી એકસ્પો ખુબ જ ઉપયોગ બની રહેશે. ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર તેમજ દાહોદ સ્માર્ટ સીટી બનાવાના છે ત્યારે તેમની માળખાકીય સુવિધા માટે રાજય સરકાર તબકકાવાર આયોજનબધ્ધ રીતે પગલા ભરી રહી છે. દેશના પ્રત્યેક પરિવારનું પોતાનું ઘર મેળવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજય સરકાર ખુબ જ અસરકાર રીતે આગળ વધી રહી છે અને લોકોની સર્વાંગી સુવિધામાં વધારો કરી રાજયનો હેપીનેસ ઇન્ડેકસ વધારવાનું સરકારનું લક્ષ્ય છે.

    Source: Information Department, Gujarat