સોલા ગામ તળાવ પાસે કુલ 73 વૃક્ષો રોપાયાં
AMC દ્વારા આજના દિવસે સમગ્ર અમદાવાદમાં કુલ 1,01,000 વૃક્ષો વવાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોતા વોર્ડમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરાયું હતું. ગોતા વોર્ડમાં સોલા ગામ તળાવ નજીક કુલ 73 વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે AMC દ્વારા સમગ્ર અમદાવાદમાં કુલ 1,01,000 વૃક્ષો રોપવામાં આવશે.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી પ્રતિભા જૈન, ડેપ્યૂટી મેયર શ્રી જતીન પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસન, શાસક પક્ષ નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat