Latest News

ગાંધીનગર રેલ્વે સ્ટેશન સંકુલમાં પંચતારક હોટલનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન સંકુલ માં નિર્માણ ના આખરી તબક્કા માં પહોંચેલી પંચતારક હોટલ ની  મુલાકાત લઇને વિવિધ સુવિધાઓ તેમજ  આનુસાંગિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને જાણકારી મેળવી હતી.

૩૧૮ રૂમની સુવિધા ધરાવતી આ હોટલ રાજ્ય સરકાર  અને ભારત સરકારના  સંયુક્ત સાહસ  ગરુડ દ્વારા  નિર્માણ કરાઈ છે.

આ હોટલમાં કલબ હાઉસ બેંકેવેટ્ટ હોલ સ્પા હેલ્થ સેન્ટર સ્વિમિંગ પુલ જેવી સગવડો ઉપલબ્ધ છે.

આ હોટલ  પ્રોજેક્ટના અનુભાગોમાં મુખ્યત્વે ગાંધીનગરના હયાત રેલ્વે સ્ટેશન ને અદ્યતન બનાવવાની કામગીરી  ગાંધીનગર નજીકના વાવોલ ગામ ને મહાત્મા મંદિર ને સાથે જોડતા અંડર પાસ તેમજ ૩૧૮ માળની હોટલમાં ઉપર જવા આવવા માટેના અપ ડાઉન રેમ્પના નિર્માણ નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને ગુજરાત મેટ્રો રેલ કોપોરશનના ચેરમેન શ્રી એસ એસ રાઠોર પણ જોડાયા હતા.

Source: Information Department, Gujarat