Latest News

મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ

  આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉન હૉલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન
  ……………….

  મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહૉલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ટાગોર હૉલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે.

  અમદાવાદના ટાઉન હૉલ ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમાર, અમદાવાદ શહેર મેયર શ્રી કિરીટભાઇ પરમાર, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી, કોર્પોરેશનના પદાધિકારીશ્રી ઓ અને અધિકારીશ્રીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ સભાના અંતે બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

  Source: Information Department, Gujarat