Latest News

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભામાં બાબાસાહેબના તેલચિત્રને – આંબેડકર પ્રતિમાને કૃતજ્ઞતાપૂર્વક ભાવ પુષ્પ અર્પણ કર્યા

વિધાનસભા અધ્યક્ષા-રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓએ પણ ડૉ. આંબેડકરને પાઠવી ભાવાંજલિ

……………………..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.

વિધાનસભા અધ્યક્ષા ડૉ. શ્રીમતી નીમાબહેન આચાર્ય, મંત્રીશ્રીઓ અને દંડક શ્રી પંકજભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ, ધારાસભ્યો પણ ડૉ. આંબેડકરના તૈલચિત્ર પુષ્પાંજલિમાં જોડાયા હતા.

ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને પાટનગર ગાંધીનગરમાં ચ-માર્ગ પર સેન્ટ્રલ વિસ્ટામાં સ્થાપિત પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

આ વેળાએ વિધાનસભા અધ્યક્ષા ડૉ. શ્રીમતી નીમાબહેન આચાર્ય, શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર, અગ્રણીઓ, ધારાસભ્યો, મેયરશ્રી, સંગઠનના પદાધિકારીઓએ પણ ડૉ. આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી

Source: Information Department, Gujarat