મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે GSRDC ને ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસ ઝડપથી કાર્યરત થાય તેવા સમયબદ્ધ આયોજન માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC ની ૯૮મી બોર્ડ મિટીંગ ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ નિગમના ચેરમેન તરીકે GSRDC દ્વારા રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં આ દિશાનિર્દેશો આપ્યા હતા.
માર્ગ-મકાન સચિવશ્રી સંદીપ વસાવા તથા GSRDCના મેનેજિંગ ડિરેકટરશ્રી એ.કે. પટેલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ નિગમના વિવિધ પ્રોજેક્ટસ અને અન્ય કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા ઇનોવેટીવ ફાયનાન્સીંગ પર ઝોક આપવા પણ પ્રેરક સૂચન કર્યુ હતું.
આ ૯૮મી બોર્ડ બેઠકમાં GSRDCના ડિરેકટરશ્રીઓ પણ સહભાગી થયા હતા.
Source: Information Department, Gujarat