મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામે પ્રાથમિક શાળાના ઓરડાની દિવાલ ધસી પડતાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓના થયેલા અપમૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવીને આજે સવારે થયેલી આ દુર્ઘટનામાં મધ્યાહન ભોજનના રસોઇયા બહેન અને શાળાના બે બાળકોના સ્થળ પર જ થયેલા મૃત્યુના કિસ્સામાં મૃતકોને રૂા. ચાર લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી નિયમાનુસારની સહાય આપવાની જાહેરાત પણ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનાની તલસ્પર્શી ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવા સાથે કસુરવારોને સખત નશ્યત કરવાની પણ તંત્રવાહકોને સૂચના આપી છે.
આ દુર્ઘટનામાં ઇજા પામેલા અન્ય ચાર વ્યક્તિઓની સારવારનો પ્રબંધ પણ રાજ્ય સરકાર દ્વારા થાય તે માટે જિલ્લા તંત્રને મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે.
Source: Information Department, Gujarat