Latest News

દાઉદી વ્હોરા સમાજના ૫૩માં ધર્મગુરૂ ડૉ.સૈયદના આલીકદર મુફદલ સૈફફુદીન સાહેબને ૭૬માં જન્મદિનને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૂરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડૉ. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના આર્શીવાદ પણ મેળવ્યા હતા. સમાજના બાવનમાં ધર્મગુરૂ ડૉ.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ૧૦૯માં જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

    આ વેળાએ મુખ્યંત્રીશ્રીએ દાઉદી વ્હોરા સમાજના ૧૯૨ યુગલોના સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શિવાદ પાઠવી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિઓનું લગ્ન જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

    સૈયદના સાહેબના શિક્ષણ, પર્યાવરણની ચિંતા કરી સમાજને શિક્ષિત, પ્રગતિશીલ બનાવવાના પ્રયાસોને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા. સૈયદના સાહેબ તેમના જ્ઞાન થકી સમાજ, રાજય અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.  મેયરશ્રી જગદીશભાઈ પટેલ, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વશ્રી હર્ષ સંધવી, અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ આ અવસરે મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.

    Source: Information Department, Gujarat