Latest News

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પૂર આપત્તીગ્રસ્ત વિસ્તારો માટે સંવેદનશીલ અને ત્વરિત અતિ મહત્વના નિર્ણયો

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અંતર્ગત વર્તમાન રાજ્ય સરકારે ગુજરાત પર આવી પડેલ અતિવૃષ્ટિ અને પૂરની કુદરતી આફતમાં અતિ પ્રભાવિત વિસ્તારો માટે સંવેદનશીલ અભિગમ દર્શાવીને મહત્વરપૂર્ણ ત્વરિત નિર્ણાયો કર્યા છે.

       આ નિર્ણયો અનુસાર…

  • પૂર અને અતિવૃષ્ટિમાં મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારને રાજ્ય સરકાર       રૂ. ૪ લાખ ની સહાય આપશે.. વડાપ્રધાન રાહતનીધી માંથી  રૂ. ૨ લાખ ની સહાય સાથે કુલ રૂ. ૬ લાખ ની સહાય અપાશે.
  • અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તાર બનાસકાંઠા અને પાટણના તાલુકાઓમાં પશુઓ માટે જ્યાં જરૂર હોય ત્યાં ઘાસચારાનું વિતરણ કરાશે.
  • પશુ મૃત્યુના કિસ્સામાં ૪ દિવસ માં સર્વે કામગીરી પૂર્ણ કરવા બનાસકાંઠા અને પાટણ માં ૧૫૦ ટિમો તાત્કાલિક સર્વે હાથ ધરશે.
  • અતિવૃષ્ટિગ્રસ્ત શહેરી વિસ્તારમાં સફાઈ દવા છંટકાવ રોગ અટકાયતના પગલાં માટે વડોદરા અને સુરત મહાનગરપાલિકા ની ટિમો આવતીકાલથી કાર્યરત થશે.

આ સફાઇ કામગીરીની દેખરેખ અને સુપરવિઝન માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચીફ એક્ઝીકયુટીવ ઓફીસર (સી.ઇ.ઓ.) અને ત્રણ ચીફ ઓફીસરોને જવાબદારી સોંપવામાં આવી છે.

Source: Information Department, Gujarat