મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને આજે અદકેરો અનુભવ થયો.
મુખ્યમંત્રીશ્રી કોટેશ્વર મહાદેવમાં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા.
માર્ગમાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામજન બની ચા ની ચૂસકી લીધી અને નાસ્તો પણ કર્યો હતો.
માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી, રાજ્ય મંત્રી શ્રી અરવિંદ રૈયાણી, મુખ્યસચિવ શ્રી પંકજ કુમાર પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા.
Source: Information Department, Gujarat