Latest News

ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમ શ્રી રિચર્ડ માર્લ્સનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી

    ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા અમદાવાદ આવી પહોંચ્યા શ્રી રિચર્ડ માર્લ્સ


    આજે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાઇ રહી છે ત્યારે આ ઐતિહાસિક મેચને નિહાળવા ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમ અને સંરક્ષણ મંત્રી શ્રી રિચર્ડ માર્લ્સ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

    આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા ઈન ઈન્ડિયાના મુખ્ય કમિશનર શ્રી ફિલીપ ગ્રીન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, લો એન્ડ ઓર્ડરના ડીજી શ્રી શમશેર સિંહ, ડિફેન્સ મંત્રાલયના એર વાઇસ માર્શલ શ્રી એસ.શ્રીનિવાસન, મુખ્ય પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ઓસ્ટ્રેલિયાના ડેપ્યૂટી પીએમનું સ્વાગત કર્યું હતું.

    Source: Information Department, Gujarat