મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની બ્રિટીશ કાઉન્સીલના દિલ્હી સ્થિત ડિરેકટર શ્રીયુત એલન જિમેલ MR. Alan Gemmell એ ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન તેમણે મુખ્યમંત્રીશ્રીને બકિંગ હામ પેસેલ ખાતે લોન્ચ થયેલા યુ.કે. ઇન્ડીયા યર ઓફ કલચર ર૦૧૭નું સ્મૃતિચિન્હ અર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીને તેમણે બ્રિટીશ કાઉન્સીલ મુખ્યત્વે કલચરલ ઇવેન્ટસ, હાયર એજ્યુકેશન, શાળાઓમાં વર્કશોપ, અંગ્રેજી ભાષા તાલીમ, યુ. કે. ઇન્ડીયાની યુનિવર્સિટી વિષયક કામગીરી કરે છે તેની વિગતોથી વાકેફ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ ર૦૧૭ દરમ્યાન યુ. કે. પાર્ટનર કન્ટ્રી અને બ્રિટીશ કાઉન્સીલ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે સહભાગી થયા હતા તે અંગે આભાર દર્શાવ્યો હતો.
આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ બ્રિટીશ કાઉન્સીલની સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા રોજગારીમાં ઉપયોગિતા વિષયે પણ પરામર્શ કર્યો હતો.
આ વેળાએ ઊદ્યોગના અગ્રસચિવશ્રી મનોજકુમાર દાસ, ઊદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા અને ઇન્ડેક્ષ-બી ના શ્રી રાજકુમાર બેનિવાલ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat