Latest News

વડાપ્રધાન શ્રીનું અમદાવાદી વિમાની મથકે ઉષ્માભર્યું સ્વાગત કરતા રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીશ્રી

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે આવ્યા છે.

    અમદાવાદ હવાઇ મથકે વડાપ્રધાનશ્રીનો ભાવભર્યો સત્કાર રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલ તેમજ અમદાવાદના મેયરશ્રી કિરીટ પરમારે કર્યો હતો.

    મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર,પોલીસ મહાનિદેશકશ્રી આશિષ ભાટીયા તેમજ વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું.

    આ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાનશ્રી મોઢેરા,આમોદ,જામનગર અને અમદાવાદમાં બહુવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ,ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવાના છે.

    વડાપ્રધાનશ્રી આ ઉપરાંત આણંદ અને જામ કંડોરણામાં રેલીને પણ સંબોધન કરશે.

    Source: Information Department, Gujarat