Latest News

ગુજરાતની બે-દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાનશ્રીનું અમદાવાદી વિમાની મથકે ઉષ્માભર્યું સ્વાગત કરતા રાજ્યપાલશ્રી – મુખ્યમંત્રીશ્રી

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે – દિવસીય મુલાકાતે આવ્યા છે. અમદાવાદ હવાઇ મથકે વડાપ્રધાનશ્રીનો ભાવભર્યો સત્કાર રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા,  પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલ તેમજ અમદાવાદના મેયરશ્રી કિરીટ પરમારે કર્યો હતો.

    મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, અમદાવાદ કલેકટર શ્રી ધવલ પટેલ, પોલીસ મહાનિદેશકશ્રી આશિષ ભાટીયા તેમજ વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું.

    Source: Information Department, Gujarat