Latest News

હોળી-ધૂળેટી પર્વે મુખ્યમંત્રીશ્રીની પ્રજાજનોને શુભેચ્છાઓ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગોના ઉત્સવ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી છે

…….

મુખ્યમંત્રીશ્રીએ રંગોનું આ પર્વ સમાજમાં પ્રેમ-બંધુત્વ અને સામાજિક સમરસતાને ઉજાગર કરતું ઉમંગ પર્વ બને તેવી શુભેચ્છાઓ પણ વ્યકત કરી છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલ એ રંગોનો આ ઉત્સવ જનજીવનમાં ઉલ્લાસ-ઉમંગ અને આનંદના રંગ ભરનારો બને તેવી શુભકામનાઓ પણ સૌ નાગરિકોને પાઠવી છે.

Source: Information Department, Gujarat