Latest News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાતે

  મૃદુ અને મક્કમ નિર્ણાયકતાનો વધુ એક પરિચય યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો

  અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના પોલીસ અધિકારીઓ-કર્મીઓ સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રી

  ……

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ તરીકે જનમાનસમાં ઊભરી આવ્યા છે.

  મુખ્યમંત્રીશ્રીએ આ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો

  શ્રી ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય શનિવારે બપોરે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક-એસ.પી. ઓફિસે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમારને સાથે રાખીને પહોચ્યા હતા.

  મુખ્યમંત્રીશ્રીએ પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી

  એટલું જ નહિ, કચેરીમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે વાતચીત-સંવાદ કરીને વિગતો જાણી હતી અને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું

  Source: Information Department, Gujarat