Latest News

મુખ્યમંત્રીશ્રીની રાજ્ય સરકારના સેવાકર્મીઓ પ્રત્યે આગવી વડિલ સહજ સંવેદનશીલતા

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-19 નિયંત્રણ કામગીરી સાથે સંકળાયેલા અને સ્વયં કોરોનાનો ભોગ બનેલા રાજ્ય સરકારના સેવાકર્મીઓ પ્રત્યે આગવી સંવેદનશીલતા દર્શાવી છે.

    મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસના રાજ્યમાં વધેલા સંક્રમણને પગલે જે પોલીસ, આરોગ્ય સેવાઓ, નગરપાલિકા-મહાનગરપાલિકાની સેવાતંત્રોના કર્મીઓ-અધિકારીઓ સહિત રાજ્ય સરકારના જે કર્મયોગીઓ તેમની આ ફરજ દરમ્યાન કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે તેમની સારવાર-સુશ્રુષામાં સવિશેષ કાળજી લેવાની સુચનાઓ આપી છે.

    તેમણે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતીની સમીક્ષા માટે નિયમીત વિડીયો કોન્ફરન્સીંગથી યોજાતી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ સુચનાઓ આપી હતી.

    શ્રી વિજયભાઇ રૂપાણીએ CM-કોમનમેન તરીકે કોરોના રોગગ્રસ્તો, કવોરેન્ટાઇન થયેલા વ્યકિતઓ, તબીબો અને આરોગ્ય સેવાકર્મીઓ, સફાઇકર્મીઓ, સરપંચશ્રીઓ અને પોલીસ જવાનો સાથે વખતો-વખત સંવાદ સાધીને તેમની કાળજી લીધી છે-સ્વાસ્થ્યની ચિંતા પણ કરી છે.

    હવે, તેમણે રાજ્ય સરકારના કર્મચારીઓના વડીલ સ્વજન તરીકે રાજ્ય સેવાના કોરોનાગ્રસ્ત થયેલા કર્મચારી-અધિકારીઓની સારવાર સુશ્રુષામાં વિશેષ કાળજી લેવાની સુચનાઓ આપી સંવેદનસભર વ્યકિતત્વની છબિને વધુ ઊજાગર કરી છે

    Source: Information Department, Gujarat