Latest News

ગુજરાત રાજય સહકારી મહાસંમેલન-૨૦૧૭માં હાજરી આપતા મુખ્યમંત્રીશ્રી: સામાજીક બદલાવમાં સહકારી ક્ષેત્રને સક્રિય યોગદાન આપવા કર્યું આહ્વાન

-:મુખ્યમંત્રીશ્રી: –

  • ગુજરાતને ૧૦૦ ટકા ઓપન ડેફિકશન ફ્રિ સ્‍ટેટ, સ્‍વછતા અભિયાન, કુપોષણ મૂક્તિ જેવા સમાજ આંદોલનોમાં ગ્રામિણશહેરી સહકારી સંધો સેવા દાયિત્‍વ નિભાવે
  • ગરીબ વંચિત ગ્રામીણના સર્વગ્રાહિ ઉત્‍કર્ષ માટે અંત્‍યોદય ભાવનાથી સહકારી ક્ષેત્ર સૌના સાથ સૌના વિકાસને સાકાર કરે
  • વૈશ્વિક સ્‍પર્ધાના યુગમાં સહકારી પ્રવૃતિ મુરઝાઇના જાયલુણો ના લાગે તેવુ દાયિત્‍વ સહકારી સંધોઅગ્રણી નિભાવે
  • ૭૪ હજારથી વધુ સહકારી મંડળીઓ દોઢ કરોડ સભાસદોની ક્ષમતા ને ભરોસે રાજયની વિકાસ યાત્રા નવી ઉંચાઇએ લઇ જવી છે.
  • કેશલેશ ટ્રાન્‍ઝેકશન માટે સહકારી ક્ષેત્રને સજજ થવા અનુરોધ

……

નાયબ મુખ્‍યમંત્રીશ્રીકેન્‍દ્રીય કૃષિ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિ 

અમદાવાદના અડાલજ નજીક આવેલા ત્રી-મંદીર ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ (અમદાવાદ) અને ગુજરાત સ્ટેટ કોપરેટીવ યુનિયન (અમદાવાદ)ના સંયુક્ત ઉપક્રમે આયોજીત “ગુજરાત સહકારી મહાસંમેલન ૨૦૧૭”માં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં સામાજીક બદલાવ – સોશ્યલ ચેઇન્જ લાવવામાં સહકારી ક્ષેત્રને મહત્વપૂર્ણ પ્રદાન માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતુ કે દુધ ઉત્‍પાદન અને તેની બનાવટના વૈશ્વિક વેચાણમાં અમૂલ બ્રાન્‍ડ તથા ખાંડ સહકારી ચળવળમાં બારડોલી સુગર, ખેત ફર્ટિલાઇઝર ક્ષેત્રે ઇફકોની આગવી સહકારી શાખની જેમ જ ગ્રામીણ સહકારી મંડળીઓ, સંઘો રાજ્યને ૧૦૦ ટકા ખુલ્‍લામાં શૌચક્રિયા મુકત-ઓપન ડેફિકેશન ફ્રિ સ્‍વછ ભારત અભિયાન તહેત ગ્રામિણ સ્‍વછતા કાર્યોની પણ આગેવાની લે તે સમયની માંગ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજય સહકારી સંધ દ્વારા આયોજીત રાજય કક્ષાના સહકારી સંમેલન -૨૦૧૭ના ઉદઘાટક પદેથી સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ઉમેર્યુ કે, ગુજરાતમાં ૭૪ હજાર થી વધુ સહકારી મંડળીઓના દોઢ કરોડ જેટલા સભાસદોની ક્ષમતા અને તાકાતને ભરોસે રાજયના વિકાસની નવી ઉંચાઇઓ પાર પાડવી છે. દેશના  નવ મોટા કો-ઓપરેટીવ ફેડરેશન પૈકી ચાર માં ગુજરાતના સહકારી અગ્રણીઓ અધ્‍યક્ષ પદ શોભાવે છે તે ગૌરવ ઘટનાનો ઉલ્‍લેખ મુખ્યમંત્રીશ્રી કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી સ્‍પર્ધાત્‍મકતાના વૈશ્વિક યુગમાં સહકારી પ્રવૃતિ મુરઝાઇ ન જાય-લુણો ન લાગે તે માટે તેને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબધ્‍ધતા વ્‍યકત કરતા ઉમેર્યુ કે, મૂળત: સહકારી પ્રવૃતિનો આધાર ગરીબ, ગામડું, કિસાન અને અંત્‍યોદય છે. તેમના સર્વગ્રાહી ઉત્‍કર્ષ માટે સરકાર અને સહકાર સાથે મળીને સૌના સાથ સૌના વિકાસને સાકાર કરશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્‍યો હતો, શ્રી વિજયભાઇ રૂપાણીએ કેશલેશ ઇકોનોમીને વેગ આપવા સહકારી બેંકો સહિતની સહકારી સંસ્‍થાઓને ૧૦૦ ટકા ડિઝીટલ ઇકોનોમી માટે સજ્જ થવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી રાજયમાં જી.એન.એફ.સી. ટાઉનશીપની પેટર્ન ઉપર ૧૮૦ ટાઇનશીપ કેશલેશ બનાવવાનો તથા ખેડૂત સહકારી મંડળીઓને એ.પી.એમ.સી વિશ્વના બજાર સાથે તાલમેલ માટેની    ઇ-નામ યોજનામાં તમામ ૨૦૦ એ.પી.એમ.સી. ખેડૂત સહકારી મંડળીઓને ક્રમશઃ આવરી લેવાની ભૂમિકા આપી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતના સહકારી ક્ષેત્રને દેશની સહકારી પધ્‍ધતિ માળખામાં નંબર વન બનાવી રોલ મોડેલ તરીકે પ્રસ્‍થાપિત કરવા પણ સહકારી ક્ષેત્રના અગ્રણીઓને નવો વિચાર આપ્‍યો હતો, તેમણે આ પ્રસંગે શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી ધનશ્‍યામભાઇ અમીન, શ્રી વજુભાઇ વાઝા, તથા જયોતિન્‍દ્રભાઇ મહેતાનું રાષ્‍ટ્રીય સંઘોમાં ચૂંટાવા અંગે સન્‍માન તથા બનાસકાંઠાના દાડમ ઉત્‍પાદક પ્રગતિશીલ ખેડૂત મેણાભાઇ પટેલનું શાલ-સ્‍મૃતિ ચિન્‍હથી સન્‍માન કર્યુ હતુ. આ પ્રસંગે સહકારી સંધની સ્‍મરણિકા તથા રાજયભરના સભ્‍યોની ટેલીફોન ડિરેકટરી અને સંધની નવીન વેબસાઇટ મુખ્‍યમંત્રીશ્રી અને નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ લોન્‍ચ કરી હતી.

નાયબ મુખ્‍યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ગ્રામ સમૃધ્ધિ સાચી દિશા અને સહકારીતાના ક્ષેત્રમાં સમાયેલી છે. તેવો સ્‍પષ્‍ટમત વ્‍યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ઉમેર્યુ હતુ કે, સહકારી ક્ષેત્રએ વલ્‍યુ એડીએશનથી આર્થિક સ્‍મૃધ્ધિ માર્ગ પણ દેખાડી રહી છે. નાનામા નાના ગામડાથી ગ્‍લોર્બલ માર્કેટમાં વૈશ્વીક સ્‍પર્ધા કરી શકે તેવી આગવી તાકાત અને ક્ષમતા સહકારી ક્ષેત્ર ધરાવે છે. તેમ નાયબ મુખ્‍યમંત્રીશ્રી ઉમેર્યુ હતુ. નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ સહકારી પ્રવૃતિઓને સભ્‍યો અને ગ્રાહક કેન્‍દ્રો બનાવવાની આવશ્‍યકતા સમજાવતા જણાવ્‍યું કે, કોઇ પણ વેપારીક વાણિજ્યક સેવા પ્રવૃતિના કેન્‍દ્રમાં સામાન્‍ય માનવી –ગ્રાહક છે, તે ધ્‍યાને રાખીને પ્રવૃતીઓનું વ્‍યાપક સંચાલન થવુ જરૂરી છે. નાયબ મુખ્‍યમંત્રીશ્રી ઉમેર્યુ કે સહકારી ક્ષેત્રને પ્રોત્‍સાહન આપવા રાજય સરકારે સહકારી કાયદામાં સુધારા કર્યા છે, તેની પણ ભૂમિકા આપી હતી .તેમણે રાજય સરકારના આ વર્ષના બજેટમાં કૃષી સહકાર ક્ષેત્ર માટે જે માતબર પ્રાવધાન તથા સવા લાખ કૃષિ વિજ જોડાણો આપવાની જોગવાઇ કરી છે. તેની પણ આ વેળાએ વિસ્‍તૃત સમજ આપી હતી.

કેન્દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી  પુરૂષોત્તભાઇ રૂપાલાએ જણાવ્યું  કે, કેન્દ્ર સરકાર સહકારી ક્ષેત્રમાં અને કૃષિક્ષેત્રમાં મજબુતિકરણ- સશક્તિકરણ માટે પ્રતિબધ્ધર છે, તેમણે દેશમાં પ્રથમવાર ખેડુતોને તેમની પેદાશના યોગ્યા ભાવ મળે તે માટે તુવેર દાળને ટેકાના ભાવે ખરીદવાના સરકારનો નિર્ણય જ સહકાર અને ખેડૂત કલ્યા ણ માટે પુરક છે તેમ ઉમેર્યું હતું. કેન્‍દ્રીય રાજય મંત્રીશ્રીએ કહ્યુ કે કેશ લેશ ઇકોનોમી માટે વડા પ્રધાન શ્રીએ ડિઝીટલ ટ્રાન્‍ઝેકસનને પ્રોસાહન આપ્‍યું છે, ત્‍યારે સહકારી સંસ્‍થાઓ પણ સંપર્ણ ડિઝીટાઇઝડ થઇને લેશકેશ-કેશલેશમાં સુર પુરાવે  તેમને સહકારી ક્ષેત્રના વૈશ્વીક સુપ્રસિધ્‍ધ મોડેલ અમૂલની પેટન ઉપર ફળફળાદી શાકભાજી કે અન્‍ય પેદાશોને પણ વિકશીત કરવાના સામુહિક મંથનની આવશ્‍યકતા વર્ણવી હતી.  ભારત સરકારે આગામી પાંચ વર્ષમાં ડેરીઓના અપગ્રેડેશન માટે ૮ હજાર કરોડ ફાળવ્યાં છે, ત્‍યારે સમયાનુકૂલ આધુનિકરણ માટે સહકારી દુધ-ડેરીના ઉદ્યોગ આગળ આવે તેવી અપીલ શ્રી રૂપાલાએ કરી હતી. કેન્‍દ્રીય મંત્રીશ્રીએ કુપોષણ મુક્તિ માટે સહકારી મંડળીઓ સેવાનું આગવું મોડેલ પુરૂ પડીને  કુપોષ્‍ણ સામેના જંગ અગ્રસહ રહી તેવી હાર્દિક અપીલ કરી હતી.

સહકાર રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ શ્રી પટેલે સહકારી ક્ષેત્ર ગરીબ અને આર્થિક-નબળા વર્ગોને સહભાગીતાથી સમૃધ્‍ધ કરવાનું માધ્‍યમ બની છે તેનો હર્ષ વ્‍યકત કર્યો હતો. આયોજન પંચના ઉપાધ્‍યક્ષ શ્રી નરહરી અમીન, નેશનલ કોઓપરેટીવ યુનિયનના શ્રી ચંદ્રપાલસિંહ, પૂર્વ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી એ પ્રાસંગિક સંબોધન કર્યાં હતા. આ પ્રસંગે ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિ અધ્‍યક્ષ શ્રી કૌશીકભાઇ પટેલ વિવિધ સહકારી સંઘોના દેશના અગ્રણીઓ, સહકારી ક્ષેત્ર સાથે જોડાયલા રાજયના અગ્રણીઓ ઉપસ્‍થિત  રહ્યા હતા.

 

Source: Information Department, Gujarat