રાજકોટ, તા.૧૫ જાન્યુઆરી – “ભારતદેશના રક્ષણ અને સુરક્ષા માટે ભારતીય સેના સતત જાગૃત રહે છે. માતૃભૂમીની રક્ષાકાજે કાર્ય કરતા આપણાા જવાનોને જેટલું ૫ણ સન્નંમાનીત કરીએ તેટલું ઓછું છે.” આજે સવારે અત્રે રેસકોર્સ ખાતે અભયમં સંસ્થાના ઉપક્રમે ભારતીય સેનાના ૭૦માં સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આર્મી-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહીને દેશ અને માભોમની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોને પોલીસ બેન્ડની સંગીત સુરાવલી સાથે પુષ્પાંજલી દ્વારા શ્ર્ધ્ધાંજલી અર્પીને ઉપર મુજબ જણાવ્યું હતું
આ પ્રસંગે લો-કમીશનના સભ્યશ્રી અભયભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ કમીશ્ર્નરશ્રી બંછાનિધિ પાની,કારગીલ વોરમાં ભાગ લેનાર કેપ્ટનશ્રી જયદેવ જોષી અને ઈન્ડીયન નેવલ ઓફીસરશ્રી મનન ભટ્ટે ભારતીય સેના અને તેમના જવાનોના દેશ કાજે સુરક્ષા માટે શહીદ જવાનોના ગૌરવવંતા ઈતિહાસના પાનાઓની વિગતો આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સૈનિકમાં દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના હોય છે. ભારતીય સેનામાં સહેલું કામ જુનિયરોને સેલુ કામ અને કઠીન, કપરૂ કામ સિનીયર અધીકારીઓ/જવાનો સંભાળે છે. ભારતીય સેના દેશના રક્ષણની સાથે વિવિધ કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓના પ્રસંગે આપણું રક્ષણ કરતી હોય છે. સૈનિકો પોતાના પરિવારથી ખુબ જ દુર હોય છે અને તેઓ દેશની રક્ષા નિ:સ્વાર્થ ભાવે કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સરાહનિય પગલું ભરવામાં આવ્યું છે જેમાં સૈનિકોના પરિવારોના નામે રહેલ મિલ્કતનો પ્રોપર્ટી ટેક્ષ નહીં લેવાનું નિર્ણય કરેલ છે.અહિં જણાાવવાનું જરૂરી બને છે કે ભારતીય સેનામાં સેવા આપી ચુકેલ અને વિવિધ યુધ્ધોમાં ભાગ લેનાર ૨૫ જેટલા ભૂતપૂર્વ સૈનિકો/અધિકારીઓ રાજકોટમાં રહે છે.
‘અભયમં’ સંસ્થાની ૪ વર્ષથી સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ભારતીય સેનાના જવાનો માટેની પ્રવૃતિ કરવાની સાથે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી તેમજ સ્વચ્છતા અભિયાન જેવા પ્રજાલક્ષી કાર્યો હાથ ધરે છે.
આ અભયમં સંસ્થાના ટ્રસ્ટીઓમાં સર્વશ્રી અંશ ભારદ્વાજ, અમૃતા ભારદ્વાજ, આશ્કા કામદાર, ચિંતન કામદાર, મયુર પડધરીયા, શ્રી સંધવી, જીતેશ કુંદનવાડી, સવન મહેતા, અપુર્વ મહેતા, કેપ્ટન જયદેવ જોષી, મૌતિકભાઇ ત્રિવેદીનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે શ્રીમતિ અંજલીબેન રૂપાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, પોલિસ કમિશ્ર્નરશ્રી અનુપમસિંહ ગેહલોત તેમજ શહેરના નાગરિક ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat