Latest News

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં રૂ. ર.પર કરોડના ખર્ચે નિર્માણ થયેલા આાર્મ્સ-એમ્યુનેશન બિલ્ડીંગ, કંપની સ્ટોર તથા કિચન બ્લોક વગેરેનું ઇ લોકાર્પણ-ખાતમૂહુર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજ્ય અનામત પોલીસ દળ એસ.આર.પી ગૃપ-૧૩ ઘંટેશ્વર રાજકોટમાં રૂ. ર.પર કરોડના ખર્ચે નિર્માણ થયેલા આાર્મ્સ-એમ્યુનેશન બિલ્ડીંગ, કંપની સ્ટોર તથા કિચન બ્લોક વગેરેનું ઇ લોકાર્પણ-ખાતમૂહુર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું.

    રાજ્યમાં સામાન્ય માનવીને ન્યાય મળે, છેવાડાનો માનવી પણ નિર્ભયતાથી જીવે અને વિકાસ કરે તેવી ભાવનાથી રાજ્યના પોલીસતંત્રને સમાજ વિરોધી તત્વો, ગુંડાઓ, ચેનસ્નેચર્સ, દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કે ગૌવંશ હત્યા કરનારાઓ સામે ઝીરો ટોલરન્સથી પગલાં લેવા ફ્રી-હેન્ડ આપ્યો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    Source: Information Department, Gujarat