Latest News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

    આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાણી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી પ્રેમવીર સિંહ, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

    Source: Information Department, Gujarat