Latest News

જીએસટીના અમલથી પ્રાજને અનેક મુશ્કેલીઓમાંથી રાહત મળશે – મુખ્ય મંત્રીશ્રી

એક કર- એક દેશ- એક બજાર જીએસટી – ડે દિવસની ઉજવણી

જીએસટીના અમલથી ધંધા-ઉદ્યોગ-વેપારમાં સરળીકરણ થશે – શ્રી નીતિનભાઇ પટેલ

        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, દેશમાં સમાન કર માળખાથી વેપાર-ઉદ્યોગને ફાયદો થશે અને ગરીબ તથા સામાન્ય વર્ગને કર માળખાની આંટીઘુંટીઓના પગલે ઉભી થયેલી અને મુશ્કેલીઓ માંથી રાહત મળશે. એ અર્થમાં આ કાયદો દેશના વિકાસને વધુ વેગવાન બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું.

        આજે અમદાવાદ ખાતે જીએસટી ડે ની ઉજવણીમાં ઉપસ્‍થિત રહેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે સમાજ કર માળખાના અમલીકરણથી વિશ્વમાં ભારતની પ્રતિષ્‍ઠા વધી છે. સાથોસાથ વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે પારદર્શિતાના સરકારના મક્કમ પગલાંથી પ્રામાણિકતાનો ઉદય થયો છે.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના વડાપ્રધાન બનતાની સાથે દેશની આર્થિક બાબતોને પ્રાધાન્ય આપ્‍યું છે અને આવનાર પડકારો માટે મક્કમ પગલા લીધી છે. કાળા નાણા ડામવા, જનધન યોજના, નોટબંધી જેવા અને પગલાંઓ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં લીધાં છે. તેમાં જીએસટીના અમલથી દેશના તમામ વ્યાપાર ઉદ્યોગને મોટા પ્રમાણમાં વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત તમા વિકાસના ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ત્યારે જીએસટીના અમલ માટે તંત્ર દ્વારા ૯૩ ટકાથી વધુ લોકો વેટ માંથી જીએસટીમાં આઇગ્રેટ થયા છે અને બાકીના પણ ટુંક સમયમાં આ પ્રક્રિયામાં જોડાઇ જશે એમ તેમણે ઉમેર્યું હતું.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જીએસટીના અમલથી વેપાર ઉદ્યોગનો સરળીકરણ તો થશે ખોટા આર્થિક વ્યવહારો કરતા લોકો પર સીધું નિયંત્રણ પર આવી જશે તેના પગલે રાજ્યની અને દેશની અર્થ વ્યવસ્‍થા મજબૂત થશે.

        નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે જીએસટીના અમલથી ધંધા-ઉદ્યોગ-વેપરમાં સરળીકરણ થશે. ગુરજાતમાં આજથી જીએસટીનો અમલ શરૂ થયો છે ત્યારે ગુજરાત દેશના વિકાસમાં સહભાગી બન્યું છે. જીએસટીના માધ્યમથી દેશની અર્થ વ્યવસ્‍થાને એક કરવાનું કામ થયું છે એમ તેમણે ઉમેર્યું હતું.

        શ્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા દરેક બાબતમાં અગ્રેસર રહ્યું છે ત્યારે વેપાર-ઉદ્યોગ અને સેવાને વેગ આપવ તથા ગ્રાહકોને વ્યાજબી કિંમતે માલ અને સેવા પ્રાત્ત થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

        આ કાયદાના અમલ માટે જુદા જુદા વિભાગો હવે એક સાથે કામ કરતા થશે એ અર્થમાં વહીવટીતંત્રનું પણ એકત્રિકરણ થયું છે. કાઇપણ યોજના-નિતી બનાવાવી સહેલી છે પરંતુ તેનો પરિણામલક્ષી અમલ અને તેના લાભ લોકો સુધી પહોંચાડવાનું કામ કઠિન છે પરંતુ ગુજરાત સરકારે આ દિશામાં સુનિશ્ચિત કામગીરી કરી છે.

        આ કાયદાના અમલમાં કોઇપણ ટેકનીકલ ખામી હશે તો તેના ઉકેલ માટે આગામી ૩-૪ માસ સુધી જીએસટી કાઉન્સિલની બેઠક પ્રતિ માસના પ્રથમ શનિવારે મળશે અને આ ખામી સુધારવા પ્રયાસ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

        નાણાં રાજ્યમંત્રીશ્રી રોહિતભાઇ પટેલે જણાવ્યું કે જીએસટીના માધ્યમથી વિશ્વના વિકસીત દેશોની હરોળમાં આવી શકશે. ધંધા રોજગાર કરનારને વધુને વધુ સરળ કરવાનો ઉદ્દેશ આ જીએસટીનો છે ત્યારે વ્યાપર ઉદ્યોગનો વિકાસ ચોક્કસ થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યા હતો.

        મુખ્ય સચિવ શ્રી જે.એન.સીંઘે પ્રાંસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે યુરોપ્‍ીયન બજારનો વિકાસ સમાજ કર માળખાથી થયો છે. તેવી રીતે ભારત દેશમાં વન નેશન વન ટેક્ષમાં દાખલ થવાથી વ્યાપર જગતનો વિકાસ વધુને વધુ પ્રમાણમાં થશે. ગુજરાતના અધિકારીઓ સરળતાથી અને ઝડપથી અમલ કરવાનું આયોજન થયું છે. તે પ્રમાણે કામ શરૂ થયું છે. સાથોસાથ તાલીમ સહિત હેલ્પલાઇનની પણ વ્યવસ્‍થા પણ કરવામાં આવી છે. મુખ્ય સચિવશ્રીએ વધુમાં જણાવ્યું કે જીએસટીથી વ્યાપારીઓ અને સામાન્ય લોકોને કોઇ તફલીફ ન પડે તેવું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

જીએસટી ચીફ કમિશનરશ્રી અજય જૈને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે દેશ માટે ઐતિહાસિક દિવસ છે. કેન્દ્ર અને રાજ્ય હવે કર માળખામાં સાથે મળીને કામ કરશે. દેશના વ્યાપર જગતને આવનાર દિવસોમાં વધુ ઉપીયોગી બની રહેશે અને વ્યાપર ઉદ્યોગમાં સરળતા રહેશે તેવી આશા વ્યકત કરી હતી.

વેચાણ વેરા કમિશનર શ્રી પી.ડી.વાઘેલાએ ગુજરાતમાં જીએસટી કેવી રીતે અમલી કરવાના આયોજનનો ખ્યાલ આપતાં જણાવ્યું કે જુના રજીસ્ટ્રેશનનું કામ ચાલુ થઇ ગયું છે. તેમણે અધિકારીઓનો હસ્તક્ષેપ ઓછો થશે તેવી આશા વ્યકત કરી નવા જીએસટી માળખામાં વ્યાપાર ઉદ્યોગને કોઇ તફલફ નહીં પડે તેવી ખાત્રી આપી હતી. સાથોસાથ વ્યાપર ઉદ્યોગની સમસ્યાના ઉકેલ માટે દરેક ઓફિસમાં માર્ગદર્શન મળી રહેશે.

આ પ્રસંગે નાણા રાજ્યમંત્રીશ્રી રોહિતભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી જે.એન.સિંઘ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રિ અનિલ મુકીમ, સચિવ શ્રી સંજીવ કુમારભ ચીફ કમિશનર શ્રી અજય જૈન, વેચાણવેરા કમિશનર શ્રી પી.ડી.વાઘેલા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

Source: Information Department, Gujarat