Latest News

I – Create ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગીફ્ટ સીટીના વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું

  ગીફ્ટ સિટીને ગ્લોબલ ફાયનાન્સિઅલ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટેના સૂચનો કરાયા

  **************

  અમદાવાદ જિલ્લામા સ્થિત I – Create (International Centre for Entrepreneurship and Technology) ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગીફ્ટ સીટીના વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું.

  કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત ભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સાંજે I – Create ની મુલાકાત માટે ગયા હતા ત્યારે તેમની સમક્ષ ગીફ્ટ સીટીના મેનેજિંગ ડિરેકટર શ્રી તપન રે એ પ્રેઝન્ટેશન રજૂ કરી ગીફ્ટ સીટીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપવામાં આવી હતી.

  આ અવસરે IFSC ના ચેરમેન આઈ. શ્રીનિવાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેઝન્ટેશન રજૂ કરી ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાયનાન્સિઅલ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટે ના વિવિધ સૂચનો રજૂ કર્યા હતા.

  આ પ્રેઝન્ટેશન સમયે ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રી મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાશનાથન, મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી સહિતના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat