કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીશ્રીઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી
સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી
………………………….
મુખ્ય મંત્રીશ્રીએ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી સાથેની વીડીયો કોન્ફરન્સમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતની પૂર્વ તૈયારીઓની સજજતાથી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી ને માહિતગાર કર્યા
………………………….
–ઃ મુખ્યમંત્રીશ્રીઃ–
………………
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્ય કોરોનાની બીજી લહેરની પીક હાંસલ કરીને હવે ધીમે-ધીમે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. કોરોના માટે આપણે કરેલાં પ્રતિબધ્ધ પગલાંઓને કારણે આ શક્ય બન્યું છે.
ભાવનગર ખાતે કોરોનાની સ્થિતિનાં આકલન, મુલ્યાંકન અને સમીક્ષા માટે પધારેલાં મુખ્યમંત્રીશ્રીએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું કે, કોરોનાની એક આફતમાંથી ઉગર્યા બાદ હવે ‘“તાઉતે” ’ વાવઝોડાની નવી આફત ગુજરાત સામે ઉભી થઇ છે.
જો કે હવામાન ખાતાની અગાઉથી આગાહીને પગલે તેમજ કેન્દ્ર સરકારનાં સહયોગથી તેનો સામનો કરવાં માટે આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ગુજરાત ‘ઝીરો કેઝ્યુઆલીટી’’ સાથે તેનો સામનો કરવાં માટે સંપૂર્ણ સજ્જ છે.
‘“તાઉતે” ’ વાવઝોડાનો સામનો કરવાં માટે નિચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઉડી જાય તેવાં હોર્ડિંગ્સ, કાચા ઝૂપડાઓ વગેરેને સલામત સ્થળે ખસેડી દેવામાં આવે તે માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. સમગ્ર તંત્ર ‘સ્ટેન્ડ ટુ’ની સ્થિતિમાં કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવાં માટે સજ્જ છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ૨૭-૨૮ તારીખે ૧૪,૫૦૦ કેસ હતા. તે ગઇકાલ સુધીમાં ૯,૦૦૦ સુધી નીચે આવી ગયાં છે. તે આપણા સૌ માટે રાહતનાં સમાચાર છે.
કોરોનાકાળમાં આ માટે જ રાજ્યનાં જુદા-જુદા જિલ્લાઓનાં જુદા-જુદા સમયે મુલાકાત લઇ કોરોનાની કોર ટીમ દ્વારા મુલાકાત લઇ સ્થિતિનો આકલન કરી તે પ્રમાણે નિર્ણયો લેવામાં આવે છે.
ભાવનગરની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, રેમડેસિવિર, સ્ટાફ, મારૂ ગામ કોરોનામુક્ત ગામ, વગેરેની સમીક્ષા હાથ ધરી હતી તેની વિગતો તેમણે પત્રકાર મિત્રોને આપી હતી.
તેમણે કહ્યું કે, તાઉતે’ નામનું વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાત મોટો દરીયાકિનારો ધરાવે છે. વળી તે દિવ, ભાવનગર, જુનાગઢમાં હીટ થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી સાથે આ બાબતે અત્યારે જ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી થયા થઇ છે અને તેમને ગુજરાતને જરૂરી તમામ માદદની ખાતરી આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અત્યારે કોવિડની પરિસ્થિતિમાં દર્દીઓની જાણવણી સાથે એકપણ વ્યક્તિ જ મૃત્યુ ન થાય તે માટે તમામ માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લીધાં છે. અગરીયાઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૪૪ એન.ડી.આર.એફ.ની ટીમ ફાળવી આપવામાં આવી છે. ૨૬ ટીમ આવી પણ ગઇ છે અને બાકીની આજ સાંજ સુધીમાં આવી જશે.
ગુજરાત સરકારે પણ વાવઝોદાનો સામનો કરવાં ૮૫ આઇ.સી.યુ. ઓન વ્હિલ જામનગર, ભાવનગર, જુનાગઢ વગેરે જિલ્લ્લાઓમાં તૈયાર રાખી છે તેમ જણાવી તેમણે પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, બોટાદ, રાજકોટને વધુ પડતી અસર થાય તેમ છે તેમજ ૧૫૦ કિ.મી.ની ઝડપથી વાવઝોડું ફુંકાવાની શક્યતાંને પગલે એસ.ડી.આર.એફ. પોલીસ, ફાયરબ્રિગેડ, કોર્પોરેશનને હાઇએલર્ટ રહેવાં આદેશો કરી દેવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ૧૩૦૦ જેટલી કોવિડ હોસ્પિટલોમાં પાવર સપ્લાય ન ખોરવાય તે માટે ડી.જી.સેટ તૈયાર રખાયાં છે. ઓક્સિજન બનાવતી કંપનીઓ પણ ઓક્સિજનનું ઉત્પાદન ન અટકે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ સેવાભાવી સંસ્થાઓને પણ દર વખતની જેમ આ વખતે પણ મદદ કરવાં તૈયાર રહેવાં અને આ માટે જે-તે જિલ્લાનાં કલેક્ટરશ્રીના સંપર્કમાં રહેવાં અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વધેલા મ્યુકરમાઈસિસના કેસ અંગે જણાવ્યું કે, વિવિધ જગ્યાઓએથી તેના ઈન્જેકશન મેળવવામાં આવી રહ્યા છે અને તેની અછત જલદીથી દૂર થશે.
તેમણે અપીલ કરતાં કહ્યુ કે, કોરોનાને જલદીથી ખતમ કરવા લોકો માસ્ક પહેરે, ઘરની બહાર બિનજરૂરી ન નીકળે તેમ જ તાવ, શરદીના લક્ષણો જણાય તો તરત જ ટેસ્ટ કરાવી લે તે હિતાવહ છે.
સંભવિત “તાઉતે” વાવાઝોડાના પગલે દરિયાઈ પટ્ટીના લોકો પણ ઝડપથી ઉંચાણવાળી જગ્યાએ સ્થળાંતરીત થઈ જાય, દરિયાકિનારેથી બોટને પણ સલામત સ્થળે લઈ જાય, ઘરની બહાર ન નીકળે અને તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમાં સહકાર આપે તેવી હાકલ તેમણે કરી હતી.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી અને કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ‘“તાઉતે” ‘ ના સામના માટે આર્મી, નેવી અને એરફોર્સની મદદ પણ મળી રહેવાની છે. ભાવનગરનાં ૪૩ ગામોને અસર થાય તેમ છે. તેથી ત્યાં સ્થળાંતર કરવાં માટેની સૂચના કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આપી દીધી છે. કોર્પોરેશન દ્વારા પણ આજથી કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવી રહ્યો છે.
Source: Information Department, Gujarat