Latest News

વાઈસ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી માનનીય મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાતે

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારતીય નૌ સેનાના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ શ્રી દિનેશ ત્રિપાઠીએ ગાંધીનગરમાં લીધી હતી.

    તેઓ ફેબ્રુઆરી-ર૦ર૩માં આ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકે નિયુકત થયા છે. આ વેસ્ટર્ન નેવલ કમાન્ડના કાર્યક્ષેત્રમાં ગુજરાત ઉપરાંત મુંબઇ, મહારાષ્ટ્ર અને દીવ-દમણનો સમાવેશ થાય છે.

    વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ શ્રી દિનેશ ત્રિપાઠીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ પ્રથમ મુલાકાત દરમિયાન શુભેચ્છાના પ્રતિક રૂપે ઇન્ડીયન નેવીની આઇ.એન.એસ મોર્મુ ગાઓ બોટની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.

    મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન આ સૌજ્ન્ય મુલાકાતમાં જોડાયા હતા.

    Source: Information Department, Gujarat