ગુજરાતના યશસ્વી અને ધરતી સાથે જોડાયેલું વ્યક્તિત્વ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભુરખી ગામે મુખી પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વેળાએ સમાજ અગ્રણી કાળુભાઈ મુખી, મુખી પરિવારના સૌ સભ્યો, પાટી કાર્યકર્તાશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સમાજ અગ્રણી એવા શ્રી કાળુભાઈ મુખીના ઘરે તેમના પરિવારજનો, પાર્ટી કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો સાથે ભોજન પણ લીધું હતું.
Source: Information Department, Gujarat