ભારત-ઇઝરાયલના પ્રધાનમંત્રીશ્રીઓ સમક્ષ કિસાનોએ આપ્યા પ્રતિભાવ

સાબરકાંઠા જિલ્લાના વદરાડ ખાતે ભારત-ઇઝરાયેલના સહયોગથી તૈયાર થયેલા સેન્ટર ઓફ એક્સલન્સ  ફોર વેજીટેબલ ખાતે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના વડા શ્રીયુત બેન્જામીન નેતાન્યાહુએ પ્રગતિશીલ ખેડુતો સાથેના સંવાદ દ્વારા તેમની સાફલ્યગાથા જાણી હતી. ભારત-ઇઝરાયલની સહભાગીદારી અને કૃષિ ક્ષેત્રે ઇન્ડો-ઇઝરાયલના સહકારના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. ખેડુતોએ આ સેન્ટર ઓફ એક્સલન્સથી કૃષિ-આર્થિક […]