મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, અખબારો સમાજનો આયનો છે અને અખબારોમાં છપાતી કે પ્રસારિત થતી બાબતોની સમાજ પર વ્યાપક અસર થતી હોય છે ત્યારે પત્રકારોએ ઘટનાનું તટસ્થ નિરુપણ સમાજ શ્રેયાર્થે કરવું જોઇએ. ઘટનાને સમાજ સુધી સમાચાર સ્વરૂપે પહોંચાડવા પત્રકારત્વ એક સબળ માધ્યમ છે તેમ તેમણે ઉમેર્યું હતું. વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા આયોજિત […]