મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પાછલા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી એ આ સમીક્ષા બેઠકમાં ભાગ લઇ વરસાદી સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયોમાં આ વરસાદને પરિણામે જે નવા જળનો આવરો થયો છે તેની વિગતો મેળવી […]